Dog-કુતરો
⇆પાળતું કુતરો ⇇ ફાટે છે ,ડર લાગે છે. કુતરા થી પણ બધા મને હસવામાં લઈ લે છે. ભૂતકાળ માં કરેલા કામો ને અને મને કુતરા થી ડર લાગવાની વાત ને કાયમ બરોબરી કરીને મારી વાત ને હસી નાખે છે.પણ તમને કહી દઉં કે નાનપણ પણ માં જ્યાં કુતરી વિયાણી હોય ત્યાં હું જ જતો હતોઅને કુતરી મને ભસ્તિ પણ નહીં અને કરડવા પણ ના આવતી.નાના નાના ગલૂડિયા અમે રમવા લઈ આવતા.અને 10 ગલૂડિયા હોય તો તેના અમે નામ પડતાં અને અમે ફોઇ બની જતાં.અને અમે સમયસર તેને પાછું મૂકવા ના જતાં તો તેની માં અમારી પાછળ પાછળ ફરતી પણ અમે ડરતા નહીં. અને બધા ઘરે થી અમે કાઈને કઈ ખાવાનું ઉઘરાવીને કુતરી ને home delivery ખાવાનું આપી આવતા.તે જોઈને જ હવે ફૂડ હોમ ડિલિવરી થાય છે. ઓરિજનલ વિચાર તો અમારો હતો.☺ જ્યારે આપણે કુતરા પાળેલા હોય તેવા ઘર માં જઇયે તો તે પાળેલું કુતરું જોઈને જ અડધો આત્મવિશ્વાસ ખલાશ થઈ જાય.બધો પ્રેમ-વાત-હવા માં જ ઓગળી જાય.કુતરા પાળનાર વ્યક્તિ આપણ ને કહસે::: ઊભા રહો ઊભા રહો તે કઈ નહીં કરે:.બસ ખાલી સૂંઘસે.મારૂ એવું કહેવું છે કે હું દિવસ માં બે વખત નાહવાવાળો માણસ છું.અને કુતરા થી ચોખ્ખો જ છું. કુતરા પાળનાર ને તો કુતરા જોડે ...