Pets--પાલતુ જાનવર--Lice

My Pets--

એવું તમે ક્યાં આધારે કહી શકો કે મને પ્રાણી-જીવજંતુ-પક્ષી  ઓ પ્રત્યે પ્રેમ નથી.મને પ્રેમ છે બચપણ થી જ છે જ્યારે મને નાનપણ માં બહુ સમજ પડતી નહતી ત્યારે પણ મારી માતા કહતી હતી કે તારા માથામાં "જૂ "બહુ પડતી હતી. હવે બોલો હું મારા માથામાં ''Pets-પાલતુ પ્રાણી રાખતો હતો. તે પણ પ્રાણી જ છે પણ નાનું.એક વાત પૂછું શરમાતા નહીં તમને પણ નાનપણ માં માથામાં "જૂ" પડી હતી ક નહીં ??(નહીં કહું કોઈને યાર.કહી દો.....)
એક વાત કહું જ્યારે માથાં માં "જૂ"પડતી તે વખતે મને સ્કૂલ માથી રજા મળતી હતી.અને અલગ થી બેસાડવામાં માં આવતો અને એક જ ક્લાસ માં ભણતા પણ teacher મને છોકરી જોડે નહતા બેસવા દેતા. તે મતલબ શિક્ષક એવું કહેતા કે છોકરાના નાના વાળ માથી છોકરી ના લાંબા વાળ જૂ"ને બહુ ગમે તેટલે તે ત્યાં જતી રહે.હવે મને ખબર પડી કે આને "પક્ષ પલટો" કહેવાય.પાટલી બદલું .""જૂ"સાલી.
ઘર માં પણ કાંસકો અલગ. સુવાનું અલગ,રૂમાલ પણ અલગ,નાનપણ માં કેટલું બધુ સહન કરીઉ છે. 
બસ, ખાલી પિતાજી ની મિલકત માં ભાગ આપીયા શિવાય "જૂ"પડતી ત્યારે બધુ મને અલગ આપવામાં આવતું.
મારા મમ્મી ક્યારેક માથાં માથી "જૂ"નિકાળવા બેસે.ત્યારે પાડોશી ની મમ્મી આવી જાય તો મારા મમ્મી તરતજ મારા માથામાં તેલ માલિશ કરતાં હોય તેમ કરવા લાગે. અને ખોટું ખોટું હસતાં કહે એતો""પિંકું" ને માથામાં તેલ માલિશ કરી આપતી હતી. મારી પાડોશી ની મમ્મી પણ હોશિયાર તે પણ હસીને કહતી અરે હમણાં જ હું પણ ટીનીયા  ના માથામાં માથી ""જૂ"" નિકાળીને  આવી.
માથામાં થી ''જુ"નિકાળીને હાથના બે અંગૂઠા વચ્ચે રાખીને જે રીતે તેને મારી ને "જૂ --હત્યા"નું  પાપ લીધું છે.મારા મમ્મી સ્કૂલ માં ચિઠ્ઠી લખી આપતા કે 'પિંકું'ને માથામાં 'જુ" પડી હોવાથી તેણે 'Home work "નથી કરીઉ.એટ્લે હું અંગૂઠા પકડવામાં થી બચી જતો.ત્યારે 'જૂ"મને ગમતી.સાચું કહું તમારા સમ !!!!
જોઈ લીધી ''જૂ"
માથામાં Dandruff થાય ત્યારથી જ ઘર માં shampoo ખરીદવાની ડિમાન્ડ થાય ..તે વખતે શેમ્પૂ હતા પણ નહીં. એક ""મેડિકર"" શેમ્પૂ મળતું હતું પણ હું તે લેવા જતો નહીં.કારણકે તે દુકાન મારી girlfriend ના પપ્પા ની હતી અને તે વખતે પણ મારો વટ હતો.કોઈ દોસ્ત લેવા જાય તો દુકાન દાર પૂછતો મારા દોસ્ત ને કે 'પિંકું' ને "જૂ" પડી છે ને??અને મારો દોસ્ત જવાબ માં હા પાડતો. અને તે ગર્લફ્રેંડ નો પપ્પો ((pappo)) મૂછ માં મલકતો. (સાલો કર્સનિયો) નામ હતું કરશન ભાઈ  
હવે તમને ક્યારેય પણ dandruff કે પછી Lice ('જૂ")પડે તો શું કરશો ????પ્લીઝ લખો કોમેંટમાં 
થેન્ક્સ Thanks
''☺''જુ' માટે નથી 
   


Comments

Popular Posts