સુખી દંપતી --Happy couple
☺સુખી લગ્ન જીવન☺
હા હા હા હા હેડિંગ જોરદાર છે ને ,ફક્ત વાંચો એટલેજ સીધા પહોચી જાવ તમે લગ્ન ના મોયરામાં માં જ્યાં તમને, બધા લગ્ન કરાવીને ને જ હાંસકારો લે.પછી શું ?હું તમને કહું {કુવારા માટે આ most Imp અને નવા પરણેલામાટે starting Tips છે }}
તમારી પાસે 200 રૂપિયા હોય અને તમારી પત્ની પાસે 800 રૂપિયા હોય તો કુલ ઘર માં કેટલા રૂપિયા છે ?ખબર છે તમને(ના)ફક્ત 200 રૂપિયા જ કહેવાય અને તમારી પત્ની પાસે કેટલા છે 1000 રૂપિયા સમજ પડી.આ જ્ગ્યા એ ગણિત નો કોઈ નિયમ લાગુ ના પડે.
જો કદાચ પત્ની પિયર જઈને આવી હોય અને તમે તમારી સાસરી ના સમાચાર જાણવામાં રસ ના રાખીયો તો પછી જે થાય તે તમારી જવાબદારી....અને તમારા પત્ની તેના પિયર ની વાત રસપૂર્વક બોલતી હોય અને તમે વચ્ચે વાત કાપો,વાત સાંભરો નહીં ,બરોબર જવાબ ના આપો ....આ બધા કારણો થી તમને હા ફક્ત તમનેજ તકલીફ પડસે.મારી તમને ખાતરી છે.કરી જોવો એક વખત ''ડર કે આગે જીત હે''☺
તેને નક્કી કરી જ રાખીઉ હોય છે કે રાત ના ભોજન માં શું બનવાનું પણ તમને પૂછ પૂછ કરે તો માનસિક શાંતિ રાખવી અને આવડે તે વાનગી ના નામ દેતા જવાનું.તમે કહેલી એક પણ વાનગી બનવાની નથી.અને છેલ્લે તે જાતે જ કહેસે કે રાત ના ભોજન માં શું બનાવીઉ છે.(નવા નવા લગન હોય તો બહુ પૂછ પૂછ કરસે)
આખા દિવસ ના કામ કાજ પતાવીને,બધાને સાચી ખોટી વાતો ની ગોળી ઑ આપીને ,લેણદાર થી બચતા બચતા ઘરે આવો એટ્લે તે તમને પાણી નો ગ્લાસ આપે તો કદાચ નોર્મલ,તરતજ તમારા માટે ચા બનાવી લાવે તો ભાઈ થોડુક સાચવ , દૂરદૂર થી કશુક(??)આવસે. અને જો સામેથી કહે કે મે તમારા માટે તમારી મનપસંદ જમવાની વાનગી બનાવી છે તો પછી જે થસે તેમાં કોઈ નહીં બચાવે..
તે તમને ફોન કરે તો કોઈ પણ હાલત માં તમારે ફોન માં જવાબ આપવો પડે. 99% તે તમને પૂછસે કે તમે ક્યાં છો?અને કામ ની બધી વાત ભૂલી જસે. સાંજે તમારો મોબાઇલ ચેક-તપાસી શકે છે.અને અંદર અલગ અલગ saveકરેલા નંબર માટે તમને પૂછી શકે છે.
આવા બધા નિયમો તો લગ્ન કરાવનાર પંડિતજી એ પણ બતાવીયા નથી.અને ક્યાય પણ આની કોલેજ નથી. પણ પછી ધીરે ધીરે તમને આદત થઈ જસે. લગ્ન પછી જાત જાત ની રીતે ટોક સે,રીતભાત સુધારસે ,રહણી-કરની સુધારસે,પછી લગન ના થોડા વરસો પછી કહસે તમે હવે પહેલા જેવા રહિયા નથી.
મળીએ બીજા બ્લૉગ્સ માં .........
🧚♀️🧚♀️🧚♀️saras
ReplyDelete