Railway-Train-છુક છુક ગાડી

☺ટ્રેન પ્રવાસ ☺
જ્યારે હું થોડોક સમજણો થયો ત્યારે મે પહેલીવાર ટ્રેન જોઈ.અને  મને આશ્ચર્ય થયૂ અને પહેલોજ વિચાર આવ્યો હતો કે આટલી મોટી ટ્રેન વળતી કેમની હશે ????
આજે વાત કરવી છે લોકલ ટ્રેન માં લાંબો પ્રવાસ
ટિકિટ લીધી અને ઘરે થી કહીઉ હતું કે ટિકિટ સાચવી ને રાખજે તે યાદ આવિયૂ એટ્લે પેન્ટ ના ચોર ખીસા માં મૂકી દીધી.જનરલ ડબ્બો હતો ભીડ તો હોય જ,ગમેતેમ કરીને ઊભા રહેવાની સગવડ કરી.હજી તો સવાર જ થયૂ હતું .માટે ટ્રેન માં લોકો હજી નીચે પેપર કે ચાદર પાથરી ને ને સૂતાં છે જાણે બસ આ એક જ કામ બાકી રહી ગયૂ છે સુવાનું...ઉપર નો પંખો ચાલતો નહતો તો એક પ્રવાસી તેને કાંસકા થી ચલાવાની ની મહેનત કરતો હતો તે વખતે મને લાગીયૂ કે સાયન્સ કેટલું બધુ આગળ છે.☺પણ તેનાથી પંખો ના ચાલુ થયો પછી ((મને વિશ્વાસ બેસી જ ગ્યો કે પંખો ચાલુ કરવા ઇલેક્ટ્રિક પાવર જોઈએ))તેને તે પંખા ઉપર તેના બુટ મૂકી દીધા તે પણ બેલેન્સ સાથે.
સ્ટેશન આવિયૂ એટ્લે ચાયવાલે --ચાલો ચાય લેલો ગરમ ગરમ એલચી વાળી.અને તે મે ખરીદી મને એમકે તે ઘર જેવી જ ચાય હશે.પણ એકદમ ફિક્કી મોરસ-ખાંડ વગર ની ચા.બેવકૂફ બનાવી ગયો.પછી તો કેટલાય વ્યાપારી આવીયા પણ મે કઈ ખરીદ્યું નહીં.હું ટ્રેન માં ટોઇલેટ ની મુલાકાતે ગયો ફર્સ્ટ ટાઇમ હતું એટ્લે જોયૂ પણ એક વાત ની સમજ ના પડી કે લોખંડ ની સાંકળ થી લોખંડ નું ડબલું બાંધી રાખીઉ હતું.મને થાઉં કે કદાચ પેલા કાણાં માથી  નીચે પડી જતું હસે પણ ત્યાં સુધી પહોચી જ ના સક્યૂ.તેનો મતલબ કે ધોવા માટે થોડુક આગળ આવું પડે.જોરદાર માપ. 
જેવો હું મારા સ્ટેશન ઉપર ઉતરિયો તો ત્યાના  કુલી એ મને કહું આવો મોટાભાઇ લાવો.  સામાન મે પકડ લૂંગા ...તે ભાઈ તો જાણે મારી જ રાહ જોતાં હોય તેવું લાગીયૂ પણ મારી જોડે તો એક નાનો થેલો હતો તેટલે તે મોઢું બગાડી ને જતાં રહિયા.પાંચ મિનિટ પહેલા ના સંબધ ની તો અસિતેયસી કરી નાખી.પણ હું દુખી નહતો કારણ કે પ્રવાસ માં ઓછો લગેજ હોય તેમાં જ મજા છે.
પાછા વળતાં મારી પાસે સ્લીપર ક્લાસ ની ટિકિટ હતી. થયૂ  આખા દિવસ ની દોડધામ થી પરવારી ને હવે હું ટ્રેન માં આરામ કરીશ અને આરામ જ કરતો હતો ત્યાં દૂર ડબ્બામાં માં એક નાનો છોકરો કચરો નાખતો હતો હું કઈ બોલું તે પહેલા જ તે તેને સાફ કરવા લાગ્યો એટ્લે મને થાઉં કે તેના થી ભૂલ માપડી ગયો હશે. પણ થોડી ક જ વાર માં મારી સીટ પાસે આવીને કચરો વાળવાની ઍક્ટિંગ કરીને મને કહે::સાબ રૂપિયો આપો, હું ટ્રેન માં પહેલી વખત એટ્લે મે પૂછીઊ :શેના? તે કહે આ કચરો વાળિયો તેના સાહેબ. મે કહીઉ તે કચરો તો તું જ લાવિયો મે તને જોયો હતો . તે કઈ પણ બોલ્યા વગર જતો રહ્યો. 
મે એક વખત ટ્રેન રાત્રિ પ્રવાસ વખતે ટી.ટી.ને કહયૂ કે :અમદાબાદ આવે એટ્લે ઉતારી દેજો મને અને હું ઊંઘતો હોવું તો પણ જબરજસથી મને ટ્રેન માથી ઉતારી દેજો.  
અમદાબાદ જતું રહીઉ એટ્લે તે ભાઈ ટી.ટી ને ગાળો દેવા લાગીયા. બીજા પ્રવાસી કહે ટી.ટી.ને આ તમને ગાળો આપેછે અને તમે ચૂપ છો.ટી.ટી. કહે હું વિચારી રહ્યો છું કે જેને મે બળજબરી થી અમદાબાદ સ્ટેશન ઉપર ઉતારી દીધો તે મને કેટલી ગાળો આપતો હસે ☺ 
તો પછી મળીશું. 

Comments

Popular Posts