Whatsapp

WHAT-SUP☺

આ વ્હાટ્સપ્પ છે ને નાના બાળક ની ચડ્ડી જેવુ છે થોડી થોડી વારે જોવું પડે કઈક આવિઉ તો નથીને.વ્હાટ્સપ્પ માં આજકાલ ગ્રુપ બનાવી દેછે ગ્રુપ થી ફાયદો તો છેજ.પણ ઘણી વખત ગ્રુપ મેમ્બર હદ કરી નાખે છે.ઘણી વ્યક્તિ ફેસબુક માં. invitation ગ્રુપ ની લિન્ક આવે છે તેમાં જોડાઈ જાય છે.અને તેમાં આવતા બધા જ મેસેજ તે આપણ ને સેન્ડ કરિયા રાખે છે.જરૂર નહોય તોય આપણે તે જોઇયે છીયે અને મગજ માં કચરો ભરીએ છીયે.ઘણી સોસાયટી-ફ્લૅટ માં જેટલા ઘર હોય તેટલા ગ્રુપઅડ્મિન હોય છે.બધાજ ફ્રી હોય છે માટે તો ગ્રુપ અડ્મિન બનીઆ  હોય છે.તેવા એક ગ્રુપ માથી 05 વખત નીકળી ગયો પણ પાછો  મારો મોબાઇલ નંબર ઍડ કરી દે.પછી મને કહે તારી થી ભૂલ થતી હશે.અરે,કોઈ પણ પાંચ વખત તો ભૂલ ના કરે ને.પણ હજી પણ હું તે ગ્રુપ માં છું.પકડી રાખીયો છે મને. 
ફૅમિલી ગ્રુપ માં જે હોય તેને મારા તરફ થી ધન્યવાદ.સવાર ના પહોરમાજ જેટલા ગ્રુપ મેમ્બર હસે તે બધાજ ગ્રુપ માં "ગૂડ મોર્નિંગ"કે પછી jsk લખસે.અલાર્મ મૂકવાની જરૂર જ નહીં તેમાં પણ કોણ પહેલો ગ્રુપ માં ગૂડ મોર્નિંગ નો મેસેજ મૂકે છે તે પણ હોડ લાગે.પાછું ગ્રુપ માથી  નીકરાય  પણ નહીં ખોટું લાગી જાય બધાને,જો ભૂલ થી તમે ફૅમિલી ગ્રુપ માં ગૂડ મોર્નિંગ લખવાનું ભૂલી ગયા તો કોઈ તો તમને યાદ દેવડાવી દે કે તમારા થી બહુ મોટી ભૂલ થઈ હોય.બરોબર ને......................ફૅમિલી ગ્રુપ માં મેમ્બર અંદર અંદર બબાલ પણ કરે પાછા જો કદાચ  જ્યારે સામ-સામે મળે ત્યારે સજ્જન થઈ જાય.પાછા હરુખ-પદુડા મેમ્બર એક નો એક મેસેજ બે થી ત્રણ વખત સેન્ડ કરે છે.અને ઘણા માનસિક સંતુલન વગર ના કોઈક ને ખરાબ લાગે તેવું લખીને ગ્રુપ નું વાતાવરણ પણ બગાડવામાં હોશિયાર હોય છે.અઠવાડીયા ના દરેક વાર પ્રમાણે ભગવાન ના ફોટા મોકલવામાં આવે અનેફોટો 15 ગ્રુપ માં મોકલો અને સારા હદ તો ત્યારે થાય કે કોઈ ભગવાન નો  સમાચાર આવસે તેવો મેસેજ પણ આવે.  
વ્હાટ્સપ્પ સ્ટેટસ માં ઘણા લોકો એક એક કલાકે સ્ટેટસ બદલતા હોય છે.ફ્રી હોય છે તે લોકો કઈ કામ ધંધો નહીં બસ હું કઈક દુનિયા ને દેખાડી દૂ તેવી મનોભાવના સાથે જીવતા હોય છે.
જોવો ફોટો. એતો સારું છે કે સ્ટેટસ ઔટોમેટિક 24 કલાક માં ભુસાઈ જાય છે.નહીં તો આ લોકો વાર્ષિક પંચાંગ ની જેમ તેમનો વાર્ષિક કાર્યક્રમ સ્ટેટસૂ માં મૂકે.સલાહ સૂચન વારા સ્ટેટસ મૂકનાર પોતે કઈ પણ  સલાહ પોતાના જીવન માં ના  ઉતારે પણ આખી દુનિયા બદલી નાખવાની ભાવના સાથે સ્ટોરી સ્ટેટસ બદલિયા  રાખે. 
   
 જિગ્નેશ ના વિચારો 2020 

Comments

Popular Posts