Festival of colors--Holi----હોળી

હોળી 
એક વાત :હાસ્ય ની સાથે હોળી માણવી.કોઈ પણ દુખ લગાડવું નહીં અને હા આ લેખ લખતી વખતે કોઈ પણ પ્રાણી નો ઉપયોગ થયો નથી.સમજ્યા ☺☺
વાંચો બીજી એક વાત ગબ્બરે sholey શોલે ફિલ્મ જોઈ નથી.(☺વિચારમાં પડી ગયા.વાગીયુ તો નથી ને આગળ ની લીટી નો કઈ અર્થ નથી એમજ લખીઉ.હોળી છે ને એટ્લે)
ફિલ્મ માં  તો ગબ્બર પૂછે છે કે હોળી ક્યારે છે ?પછી તારીખ તો બતાવતા નથી અને તરતજ ગીત દેખાડે છે.તે વખતે તે તારીખ કહી દીધી હોત  તો દર વખતે ગબ્બર પૂછ પૂછ ના કરત,કદાચ તમે અત્યારે  પણ શોલે ફિલ્મ જોવો તો તેમાં પણ પૂછે છે. 
આ ઘણા ખરા લોકો શિયાળા માં બારોબાર નાહયા ના હોય તેવા લોકો માટે આ તહેવાર આશીર્વાદ સમાન છે. આળશુ લોકો ને રંગ લગાવો તેટલે તે બરાબર  જ નાહી ને બાથરૂમ ની બહાર નીકળે . અને આમ તો બાથરૂમ  એકલાજ લોટા કે પછી ડબલા ભરી ને નાહયા હસો પણ હોળી માં તો કેટલાય દોસ્તારો તમારી ઉપર રંગ અને પાણી નાખે . મજા આવી જાય.  
હોળી માં ખજૂર -ધાણી-ચણા-હારડા અને સેવ ખાવાની મજા જ કઈ અનોખી છે.ઘણા લોકો જાણી  જોઈને કોઈને રંગ ના લગાવવા દે તે વખતે કોઈ અળવીતરો પાણી અને કલર વારો ભરેલો ફુગ્ગો દૂરથી નાખી ને જતો રહે. ત્યારે બહુ જ મજા આવતી.
પાછા આ તહેવાર માં નવી નવી દોસ્તી થઈ જાય.અને જૂની દોસ્તી હોય તો કલર લગાડવાની રાહ જોતી બેઠી હોય. પણ તે મજા છે અને રાહ જોવી તે પણ મજા છે ,તક મળે છે કે તે પણ મહત્વ નું હોય છે. હવે આ ડિજિટલ યુગ માં મોબાઇલ માં એટલા બધા હેપી હોળી ના સંદેશા આવે છે કે મોબાઇલ માથી પણ કલર નીકળે પછી તેને પણ ધોઈએ ત્યારે ખબર પડે કે અરે ખરીદ્યો હતો નોકિયા અને આતો Oppo થઈ ગયો. 
હોળી-ધૂળેટી માં કલર માં બગડીયા હોઈએ પછી બરોબર નહયા હોઈએ તો સાલો પાન  ના ગલ્લા વાળો પણ ઓળખે નહીં તેટલા દેખાવડા થઈ જાય.

મારા તરફ થી તમને પણ હેપી હોળી ☺☺

Comments

Popular Posts