યાદ જ નથી -----No Remember
યાદ જ નથી
આમ તો કોઈ ફરિયાદ નથી મને મારી જિંદગી માં
બસ ક્યારે મજા આવી તે જ યાદ નથી .......
આખી જિંદગી કામ-કામ-અને કામ જાતે નિર્ણય લઈ ને કામ માથી રજા રાખી હોય તે જ સાલું યાદ નથી ....
ખડખડાટ હસિયા પછી ક્યારે આંખ માથી પાણી આવીઉ તે જ સાલું યાદ નથી ....... .......
ચિંતા વગર નું ખડખડાટ ક્યારે હસિયો તેજ સાલું યાદ નથી ......
બચપણ ની દરેક મજા અને વરસાદ માં નાની ચડ્ડી પહેરી ને નાહવા ની અનુભૂતિ પણ હું ક્યારે ભૂલું ગયો સાલું તેજ યાદ નથી......
હું તો માં -બાપ ના સાનિદ્યા માં રમી ને મોટો થયો પણ મારા સંતાનો મારા વગર ક્યારે મોટા થઈ ગયા તે જ સાલું યાદ નથી.....
બધાની આશા-ઈચ્છા ઑ પૂરી કરવામાં જ હું રચિયો -પચિયો રહિયો અને હું મારી જાત ને જ ક્યારે ભૂલી ગયો તે જ સાલું યાદ નથી.......
જિંદગી ની દોડ માં ,હરીફાઈ વારી જિંદગી માં ,આર્થિક ભીસ માં માં-બાપ ની મરણતિથિ ક્યારે આવે છે તે જ સાલું ભૂલી ગયો ...........
હે ભગવાન!! તું છે તો ક્યાં છે? અને જો હોય તો મે તારી પ્રાર્થના છેલ્લે ક્યારે કરી હતી તેજ સાલું યાદ નથી.......
આવી જિંદગી જીવવાની શક્તિ માંગવા માટે છેલ્લે ક્યારે મંદિર ગયો હતો તેજ સાલું યાદ નથી.........
ઉતાર-ચઢાવ વારી જિંદગી માં શાંતિ અને સંતોસ થી જીવવા માટે કોની સલાહ લેવી તે જ સાલું યાદ નથી ...
જિગ્નેશ ના વિચારો -2020
अति सुंदर
ReplyDelete