Happy Anniversary 11.02.1996
આજે તમારી જોડે ખૂબ જ સારી વાત વહેચવી છે.॰
આજ થી પચ્ચીસ વરસ પહેલા.તે વખતે નવું નવું બજાર માં Hair-jel આવિયૂ હતું.મને તૈયાર કરવા(લગન માટે સ્તો)માટે મારા મિત્રો એ અમારી સોસાયટી ના વાળંદ ને બોલાવ્યો હતો.બધા ઉત્સાહમાં હતા.એમાં મારો વાળંદ તો ઉત્સાહ ની ચરમસીમા ઉપર ઊભો હતો અને રાહ જોતો હતો ક્યારે હું તેને કહું કે ભાઈ હવે હેરજેલ લગાવ.મને આજે 24મી મારી લગન તિથી એ વિચાર આવે છે, કે મારા વાળંદ દોસ્ત નો તે દિવસે એક જ ધ્યેય હતો...મારા માથામાં હેરજેલ લગાવવી.કદાચ શરૂઆત મારા થી જ કરવાનો હસે.અને બહુજ સારા સમય એટલેકે બધાજ ગ્રહો(કુંડળીના)આરામ કરતાં હસે ત્યારે તેને મારા માથામાં હેરજેલ લગાવી.બસ...પછી શું.બધાજ વાળ કડક☺ અને એવા કડક કે જાણે સારંગી,વીણા ના તાર જોઈ લો.માથુ ઊભું ઓળેરું હતું .મારા માથા ના એક એક વાળ માથી અલગ અલગ સૂર છૂટતા હતા.
અને ભાઈ મેતો મારી જાન નીકાળી.02 લાલ કલર ની AMTS ની બસ લઈનેપહોચીયો.અને ત્યાં મારી થનારી પત્ની એ મને જોયો.(રાત ની છેલ્લી ટ્રેન હોય અને તમે મોડાપડો તો કેવા દોડો)આવી ફિલિંગ OK
અને તે રીતસર ની દોટ કાઢી ને આવી મારી પાસે અને ધીરેથી કહીઉ(લગન પહેલા તે ધીરે બોલતી હતી અને હવે હું બોલું છું---પરીવર્તન એટલેજ પ્રગતિ--આને જ સારા દિવસો કહેવાય))જલ્દી થી માથું ધોઈ નાખો.મે વટ માં ને વટ ના ધોયૂ.પછી આખું મારૂ મૅરેજ મે સીધું જોઈને જ કરીઉ કારણકે આજુ બાજુ જોવું અને વાળ હાલે તો અંદર થી 07 સૂર નો અવાજ આવતો હતો.મારો નાનો સાળો જેની પાસે રસોડાનો વહીવટ હતો તે 02-03 ચપ્પા લઈને આઘો પાછો થઈ રહીયો હતો.ત્યારે તમને આજે સાચું કહું છું તમારા સમ,મારી પત્ની એ સીધુજ તેના ભાઈ ને કહી દીધું.ભાઈ તારે ચપ્પા ની ધાર નિકારવી હોય તો કુમાર(એટ્લે હું)ના વાળ જોડે ચપ્પા ઘસો,ધાર સારી આવસે(તે વખતે હું સાચ્ચેજ વાળંદ ને શોધતો હતો)
પણ,,આજે લગન ને 24 વરસ થયા.મજા આવી(તમને નથી પુચ્છ્તો)મને કે મે હજી સુધી બીજી વાર મે હેરજેલ નથી લગાવી.
બસ..બસ..બસ..બસ.. બીજી વાતો પછી.
બસ હસતાં રહો મારા લગન ને હસતાં રમતા 24 વરસ થયા
ભગવાન અમને ખુશ રાખે અને પછી તમને ખુશ રાખે.
Jordar👍👍
ReplyDelete😅😍
ReplyDelete