દાઢી---Beards

દાઢી 


  ભગવાને ખૂબ જ વિચારીને પુરુષો ને દાઢી ની સ્પેશિયલ  ભેટ આપી છે.(તમને થશે દાઢી માં ભેટ જેવી શું છે? ) નહીં ને, તો વાંચો પછી કહેજો સ્પેશિયલ છે કે નહીં .
પહેલમાં પહેલી વાત કે દાઢી આપી છે તેટલે પુરુષ અને સ્ત્રી માં મોટો તફાવત જોવા મળે છે કારણકે સ્ત્રી ને દાઢી ના વાળ ઊગતા જ નથી .બરોબર ને..........
ઘણી વખત રોડ ઉપર કે પછી ક્યાય પણ મતલબ કે જાહેર જ્ગ્યા માં કોઈ પુરુષ ને દાઢી હોય અને તેની ઓળખાણ આપવી હોય તો આપદે ગર્વ થી કહી શકીએ છીયે ''પેલા દાઢી વાળા ભાઈ ""અને તે કદાચ સાંભળી પણ જાય તો ગુસ્સે નહીં થાય ..કારણે કે તેમને દાઢી છે..બરોબર ને...........
સ્ત્રી ને કદાચ વૈરાગીય આવે તો તેની પાસે દાઢી વધારી ને સાબિત કરી શકસે નહીં.પરંતુ પુરુષ પાસે તે (દાઢી વધારવાનું)કારણ છે.અને દાઢી વધારી  ને બાવો બની શકે છે.અને બાવા ની કોઈ સ્ત્રી સાથી હોય તો તેને વગર દાઢી વધારે સમાજે તેને  "બાવી"કહેવાનો હક્ક ગણિત માં આપીયો છે.22-બાવીસ☺
જો તમને આચનક જ વધેલી દાઢી વાળા પુરુષો વધારે પ્રમાણ માં દેખાય તો સમજી લેવાનું કે પવિત્ર  ''શ્રાવણ'' મહિનો ચાલે છે.કોઈક પુરુષ 'શ્રાવણ'મહિના માં આશ્થા હોય એટ્લે દાઢી વધારસે. કોઈક પુરુષ રોજ-રોજ દાઢી કરવાની પળોજણ માથી  છૂટવા દાઢી વધારી ને રાખસે.
દાઢી દરેક પુરુષ ને સારી લગતી પણ નથી અને સારી ઊગતી પણ નથી.(આ વાંચી ને સ્ત્રીઓ ખુશ થસે )
હવે જેને સારી ના લાગતી હોય અને તે દાઢી વધારે તો દીવાલ ઉપર છાણાં થાપિયા હોય તેવું લાગે ☺ 
અને જેને દાઢી બરોબર ના ઊગતી હોય તેની પાસે આશા-અમર બન્ને છે કે"અચ્છે દિન આયેંગે"અને દાઢી સારી ઉગસે................
મને પણ દાઢી રાખવાનો શોખ જાગીયો.મારી દાઢી પેલા રાજકુવર ની જેમ મોટી થવા લાગી . દિવસે ના વધે તેટલી રાતે વધે. એક દિવસ સાંજે કામકાજ પતાવી ને ઘર માં હજી તો  દાખલ થાવ છું ને ત્યાં જ પત્ની (મારી પત્ની☺ )કહે હવે આ દાઢી મૂંડાવો,બહુ કરી આ તમારી દાઢી એ ..મે ધીરેકથી પૂછીઉ(ધીરેકથી જ પુછાય☺આ વાત વાંઢા ને ના ખબર પડે)કેમ શું થયૂ ?કઈ પ્રોબ્લેમ છે ?મારી પત્ની કહે બાજુ વાળી પૂછતી હતી કે તમારે ઘરે બાવો આવે છે તે માથાનો દોરો કરી આપસે. પછી પછી શું!!!!તરતજ ક્લીન શેવ  યાર,આપણ ને  પણ ઇજ્જત જેવુ હોય કે નહીં☺

જિગ્નેશ ના વિચારો2020

Comments

Post a Comment

Popular Posts